હિંદુ યુવા પેઢીને હિન્દૂ સંસ્કૃતિથી વિમુખ કરવાનું એક મહાભિયાન

છેલ્લા થોડા વર્ષોથી કહેવાતા બિનસંપ્રદાયિકો, બિનહિન્દુઓ અને તેમની સાથે જોડાયેલા કહેવાતા સામાજિક સંગઠનો અને કહેવાતા બુદ્ધિજીવી પ્રસાર માધ્યમો દ્વારા ચલાવતા આયોજનબદ્ધ પ્રયત્નોથી સમગ્ર હિન્દૂ સંસ્કૃતિ, જીવનશૈલી, હજારો વર્ષોની પરંપરાઓ, તહેવારો અને સામાજિક રીતરિવાજો જાણે, સમગ્ર માનવજાતને નુકશાનકારક અને પર્યાવરણનાશક એપ્રકારનો પ્રચાર અને રજૂઆતો કરીને હિંદુ યુવા પેઢીને હિન્દૂ સંસ્કૃતિથી વિમુખ કરવાનું એક મહાભિયાન ચલાવીને ન્યાય પાલિકા સમક્ષ વિવિધ પ્રતિબંધો મંગવામાં આવે છે.

અત્યાર સુધીમા આવા પ્રતિબંધો:

૧. ઉત્તરાયણમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પતંગ ચગાવવાની મનાઈ. પતંગની દોરીથી પક્ષીઓ ઘવાય છે. (અને ઇદમાં બકરા કાપવામાં જીવદયા નું શું)

૨. હોળી પ્રગટાવવામાં લાકડા બાળીને હવાનું પ્રદુષણ થાય છે. તિલક હોળી ઉજવો. પાણીનો વેડફાટ અટકાવો. (કેમ બીજે ક્યાંય પાણી નથી વેડફાતું? સારું છે સારું છે આ લોકો આપણને સંડાસમાં પાણી વાપરવાની છૂટ આપે છે)

૩. નવરાત્રીમાં અવાજનું પ્રદુષણ વધે છે. યુવાનો ગેરમાર્ગે જાય છે. ગરબા રાત્રે 12 વાગ્યે બંધ. (તો રોજ દિવસમાં પાંચવાર મસ્જિદોના લાઉડ સ્પીકરોમાં પોકારતી બાંગ નું શુ?)

૪. દિવાળીમાં ફટાકડા રાત્રે ૮ થી ૧૦મા જ ફોડવાના *(રાજકીય પક્ષો ગમે ત્યારે ગમે ત્યાં વિરોધ કરવા પૂતળા બાળે અને નાના નાના વિજય ઉત્સવોના બહાને ફટાકડા ફોડે તેનું શું?)*

સારું છે કે ધનતેરાશની પૂજા કરવાના નિયમો,
કાળી ચૌદશના વડા મુકવાનો સમય,
દિવાળીની લક્ષ્મીપૂજા, નૂતન વર્ષનું સ્નેહમિલન. ઘરે બનાવતી મીઠાઈ ફરસાણ બનાવવા, ખાવા અંગેના નિયમો બનાવ્યા નથી.
આભાર સર્વોચ્ચ ન્યાયપાલિકા.

દિગંત પટેલ
ભાવનગર
૨૫-૧૦-૨૦૧૮

વર્તમાનપત્ર ખરીદીનું બિલ અથવા એડવાન્સ ડિપોઝિટ/પેમેન્ટની પાકી રસીદ ગ્રાહકનો હક્ક છે

શું ભાવનગરમાં સૌરાષ્ટ્ર સમાચાર કે ગુજરાતમાં અન્ય શહેરોમાં દિવ્યભાસ્કર ઉપરાંત ગુજરાત સમાચાર કે સંદેશ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે ઇન્ડિયન એક્સપ્રેસ કે અન્ય કોઈપણ વર્તમાનપત્ર તમે વાર્ષિક લવાજમથી અથવા માસીક બીલથી ખરીદો છો?

સામાન્ય રીતે વર્તમાનપત્રો ની વાર્ષિક લવાજમ યોજના ઓક્ટોબર થી સપ્ટેમ્બરની હોય છે. તમે લવાજમ ચૂકવો ત્યારે તમારો એજન્ટ તમને રકમ મળ્યાની એક કાચી પહોંચ આપતા હતા. બાદમાં થોડા મહિના પછી જે તે અખબાર પ્રસિદ્ધ કરતી કંપનીની છાપેલી પહોંચ મળતી હતી. આ બાબત દર વર્ષે સામાન્ય હતી.

રંતુ ઓક્ટોબર2017 થી સપ્ટેમ્બર2018 ના વર્ષ માટેની સૌરાષ્ટ્ર સમાચાર કે દિવ્યભાસ્કર પ્રસિદ્ધ કરતી ડિબી કોર્પ કંપનીએ પાકી પહોંચ ને બદલે માત્ર લક્કી ડ્રો કૂપન લખેલું એક પેંફ્લેટ આપી દીધું છે. જેમાં ક્યાંય પણ તમે ચૂકવેલી રકમ મળ્યાની કે તમારા નામે લવાજમ જમા કાર્યની પહોંચ જેવો કોઈ ઉલ્લેખ નથી.

તો ડિબી કોર્પ પહોંચ નહીં આપીને શું કરવા માંગે છે? લાખો લોકોનું લવાજમ ચોપડે જમા જ નથી લીધુ? કે કરોડો રૂપિયા નો GST બચાવશે?

જે લોકો પોતાના ધંધા વ્યવસાય ના સત્તાવાર સ્થળે જેતે પેઢી કે કંપની ના નામે લવાજમ ભરે છે કે અખબાર ખરીદે છે તેમને આ વર્તમાનપત્રની ખરીદી ઉપર ચૂકવેલો GST મજરે બાદ મળવા પાત્ર છે. જો પાકી પહોંચ હોય તો.

તો તમે જે વર્તમાનપત્ર ખરીદો છો તેની વાર્ષિક લાવજમ ની જ પાકી પહોંચ આવી છે? કે કોઈ લક્કી ઈનામી ડ્રો ની કુપન છે? તેમાં જે તે કંપનીનો GST રજીસ્ટ્રેશન નંબર છાપેલો છે?

જો ન હોય તો તમારા એજન્ટ પાસે માંગો. અને તમારા વ્યવસાય ધંધાના નામે જો વર્તમાનપત્ર ખરીદતા હો તો GST બાદ મળવા પાત્ર છે.

યાદ રાખો વર્તમાનપત્ર ખરીદીનું બિલ અથવા એડવાન્સ ડિપોઝિટ/પેમેન્ટની પાકી રસીદ ગ્રાહકનો હક્ક છે. ઈનામી ડ્રો કે અન્ય ભેટ સોગાદ તો ખરીદી ઉપર મળતું વધારાનું ઇનસેન્ટિવ છે.

દિગંત પટેલ

આજે ભારતનો ઇતિહાસ કંઈક અલગ ના હોત?

એક વિચાર અળવીતરો:
વાજપાઈજીના સ્વર્ગવાસ પછી દેશના નાગરિકોએ જેટલી શ્રદ્ધાંજલીઓ, વખાણ, કવિતાઓ, શાયરીઓ, પ્રશસ્તીઓ વગેરે બધાજ માધ્યમોમાં લખીને આપી છે, એટલાજ મતો જો આ બધ્ધા જ લોકોએ વાજપાઈજીને અને એમના પક્ષને જ્યારે જરૂર હતી ત્યારે ત્રણેય ચૂંટણીમાં આપ્યા હોત તો… આજે ભારતનો ઇતિહાસ કંઈક અલગ ના હોત?
શુ ક્યો છો?

આપણે શું સાબિત કરવા માંગીએ છીએ?

મને હંમેશા આશ્ચર્ય થાય છે, જ્યારે જ્યારે આપણા પારંપરિક તહેવારો આવે છે ત્યારે જે તે તહેવાર કે તેના નામને અનુલક્ષીને શા માટે લોકો અલગ અલગ અર્થ અને વ્યાખ્યાઓ અને અર્થઘટનો અને સંદર્ભો ઉભા કરે છે?

આપણે શું સાબિત કરવા માંગીએ છીએ?

આપણે શું મેસેજ કે ઉપદેશ અન્ય લોકોને આપવા માંગીએ છીએ?

કેમ આપણે આપણા તહેવારને જેમ છે એમ જ માણી ના શકીએ? પરંપરાગત રીતે ઉજવી ના શકીએ?

પ્રસારનું કોઈપણ માધ્યમ મળ્યું એટલે બીજાને કંઈક “બતાવી દેવાની”, હું કાંઈક અલગ વિચારસરણી ધરાવું છું એવું સાબિત કરવાની આપણી સુષુપ્ત ઈચ્છા હશે?

ભૂતકાળમાં આપણે દરેક તહેવારમાં કંઈક લખતા હતા કે એ વગર પણ ઉજવણી કરતા હતા ને? અને આનંદ પણ આવતો જ હતો ને?

તો પછી આવા બધા ઉપદેશોની શું જરૂર છે? હા… જો આપણા તહેવારોની ઉજવણીમાં આપણે કોઈ ખરાબ કે નુકશાનકારક કે અંધશ્રદ્ધા યુક્ત પરંપરાને અનુસરતા હોઈએ અને આપણે એને તિલાંજલિ આપવી હોય તો આપણા પોતાથી એ શરૂઆત કરી શકાય.

તહેવારોમાં આવતા ઘણા બધા મેસેજ અને વાતો મને નિરથરક લાગે છે એટલે મેં મારો અભિપ્રાય વ્યક્ત કર્યો. કોઈએ વ્યક્તિગત આક્ષેપ સમજવો નહીં

દિગંત પટેલ
ભાવનગર
૧૮-૧૦-૨૦૧૮