શું ભાવનગરમાં સૌરાષ્ટ્ર સમાચાર કે ગુજરાતમાં અન્ય શહેરોમાં દિવ્યભાસ્કર ઉપરાંત ગુજરાત સમાચાર કે સંદેશ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે ઇન્ડિયન એક્સપ્રેસ કે અન્ય કોઈપણ વર્તમાનપત્ર તમે વાર્ષિક લવાજમથી અથવા માસીક બીલથી ખરીદો છો?
સામાન્ય રીતે વર્તમાનપત્રો ની વાર્ષિક લવાજમ યોજના ઓક્ટોબર થી સપ્ટેમ્બરની હોય છે. તમે લવાજમ ચૂકવો ત્યારે તમારો એજન્ટ તમને રકમ મળ્યાની એક કાચી પહોંચ આપતા હતા. બાદમાં થોડા મહિના પછી જે તે અખબાર પ્રસિદ્ધ કરતી કંપનીની છાપેલી પહોંચ મળતી હતી. આ બાબત દર વર્ષે સામાન્ય હતી.
પરંતુ ઓક્ટોબર2017 થી સપ્ટેમ્બર2018 ના વર્ષ માટેની સૌરાષ્ટ્ર સમાચાર કે દિવ્યભાસ્કર પ્રસિદ્ધ કરતી ડિબી કોર્પ કંપનીએ પાકી પહોંચ ને બદલે માત્ર લક્કી ડ્રો કૂપન લખેલું એક પેંફ્લેટ આપી દીધું છે. જેમાં ક્યાંય પણ તમે ચૂકવેલી રકમ મળ્યાની કે તમારા નામે લવાજમ જમા કાર્યની પહોંચ જેવો કોઈ ઉલ્લેખ નથી.
તો ડિબી કોર્પ પહોંચ નહીં આપીને શું કરવા માંગે છે? લાખો લોકોનું લવાજમ ચોપડે જમા જ નથી લીધુ? કે કરોડો રૂપિયા નો GST બચાવશે?
જે લોકો પોતાના ધંધા વ્યવસાય ના સત્તાવાર સ્થળે જેતે પેઢી કે કંપની ના નામે લવાજમ ભરે છે કે અખબાર ખરીદે છે તેમને આ વર્તમાનપત્રની ખરીદી ઉપર ચૂકવેલો GST મજરે બાદ મળવા પાત્ર છે. જો પાકી પહોંચ હોય તો.
તો તમે જે વર્તમાનપત્ર ખરીદો છો તેની વાર્ષિક લાવજમ ની જ પાકી પહોંચ આવી છે? કે કોઈ લક્કી ઈનામી ડ્રો ની કુપન છે? તેમાં જે તે કંપનીનો GST રજીસ્ટ્રેશન નંબર છાપેલો છે?
જો ન હોય તો તમારા એજન્ટ પાસે માંગો. અને તમારા વ્યવસાય ધંધાના નામે જો વર્તમાનપત્ર ખરીદતા હો તો GST બાદ મળવા પાત્ર છે.
યાદ રાખો વર્તમાનપત્ર ખરીદીનું બિલ અથવા એડવાન્સ ડિપોઝિટ/પેમેન્ટની પાકી રસીદ ગ્રાહકનો હક્ક છે. ઈનામી ડ્રો કે અન્ય ભેટ સોગાદ તો ખરીદી ઉપર મળતું વધારાનું ઇનસેન્ટિવ છે.
દિગંત પટેલ